Hello friends
શ્રેષ્ઠ બ્રેઈન ટોનિક સુવર્ણપ્રાશનઆરોગ્ય સંજીવની - જ્હાનવીબેન ભટ્ટ
આજે જે વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છે. તે વિષય બાળકો માટે અત્યંત જરૂરી છે. આ વિષયનું નામ છે, 'સુવર્ણપ્રાશન'.
'સુવર્ણ' એટલે 'સોનું' અને 'પ્રાશન' એટલે 'ચટાડવું' સુવર્ણની ભસ્મને 'બ્રાહ્મી' 'શંખપુષ્પી' વગેરે મગજને અસર કરતાં દ્રવ્યો સાથે મેળવીને પુષ્યનક્ષત્રમાં ચડાવામાં આવે તેને 'સુવર્ણપ્રાશન' તરીકે ઓળખવામાં આવે છે.
આયુર્વેદમાં બાળકનાં જન્મથી લઇને તે ૧૨ વર્ષનું થાય ત્યાં સુધી કરી શકાય તેવો 'સુવર્ણપ્રાશન' નામનો શ્રેષ્ઠ સંસ્કાર બતાવેલ છે. જે એક આયુર્વેદિક સંસ્કાર છે જેને 'બ્રેઇન ટોનીક' પણ કહી શકાય છે. સુવર્ણપ્રાશન થી બાળકની બુધ્ધિ શક્તિ, યાદશક્તિ તથા રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ સુવર્ણપ્રાશન જન્મથી લઇને ૧૨ વર્ષ સુધીનાં બાળકો માટે લાભકારક છે. ૧૨ વર્ષ સુધી બાળકોમાં મગજ અને બુધ્ધિ શક્તિનો વિકાસ ખૂબ ઝડપથી થતો હોય છે.
સુવર્ણ એ સૂક્ષ્મતાનાં ગુણથી બાળકનાં દરેક સ્ત્રોતસમાં ફેલાઇને બાળકની રોગ-પ્રતિકારક શક્તિ પણ ખૂબ વધારે છે. બાળકોની પ્રકૃતિ મોટાભાગે કફપ્રકૃતિ હોય છે. જેથી તેમને વારંવાર શરદી-ઉધરસ વગેરે ઝડપથી થતાં હોય છે. પરંતુ રોગપ્રતિકારક શક્તિ વધતાં બાળક બહુ ઓછું બીમાર પડે છે.
સુવર્ણપ્રાશનથી બાળકોની મગજ શક્તિ અને યાદશક્તિ વધતાં અઘરા વિષયો જલદી યાદ રહેતા અને સમજાતા ભણવામાં પણ રસ પડવા લાગે છે. તે કંટાળી જતું નથી, ચિડિયું બનતું નથી અને ઉપલા ધોરણોમાં આવતા અઘરા વિષયોથી ગભરાતું નથી કે ડિપ્રેશનમાં આવી જતું નથી. નિયમિત પાણી મળવાથી છોડનો વિકાસ જેમ વધુ સારો થાય છે, તેમ નિયમિત સુવર્ણપ્રાશનથી બાળકનાં મગજનો વિકાસ ઝડપી અને વધુ સારો થાય છે.
આધુનિક વિજ્ઞાાનમાં જેમ બાળકોને પોલિયો, બીસીજી વગેરેની રસી આપીને અમુક રોગો સામે લડવાની શક્તિ આપવામાં આવે છે. તેવી જ રીતે આયુર્વેદમાં 'સુવર્ણપ્રાશન'થી બાળકનાં મગજનાં કોષોને વધારે કાર્યાન્વિત કરવામાં આવે છે.
આયુર્વેદમાં વિધાન છે કે યોગ્ય વિધિથી યોગ્ય વૈદ્યની સલાહ મુજબ કરવામાં આવેલું 'સુવર્ણપ્રાશન' બાળકને 'શ્રુતધર' અર્થાત્ સાંભળવા માત્રથી ગ્રહણ કરી યાદ રાખી શકે તેવું મેઘાવી બનાવી શકે છે.
પરંતુ આજે જ્યારે 'સુવર્ણ'નાં ભાવ આસમાને છે ત્યારે 'સુવર્ણપ્રાશન' સંસ્કારમાં ખરેખર સુવર્ણ પીવડાવવામાં આવે છે કે કેમ તે પણ થોડું શંકાશીલ છે. તેથી બાળકોને સુવર્ણપ્રાશનની પહેલેથી જ તૈયાર રાખેલી મોંઘી બોટલો જે બહાર મળતી હોય છે, તેનાથી 'સુવર્ણપ્રાશન' ન કરાવતાં શાસ્ત્રોક્ત વિધિથી નિષ્ણાત વૈદ્યની સલાહમાં નજર સમક્ષ જ સુવર્ણની સાથે મેઘ્ય ઔષધયુક્ત પ્રાશન બાળકોને અપાવવાનો આગ્રહ રાખવો જોઈએ. જેથી યોગ્ય પરિણામ મળી શકે. પુષ્યનક્ષત્રની સુવર્ણધાતુ ઉપર અસર ઘણી જ વધારે હોય છે.
જેથી આ નક્ષત્રમાં સુવર્ણપ્રાશન કરાવવું વધારે લાભદાયક છે. આજનાં યુગમાં દંપતી ને ૧ કે ૨ બાળક હોય ત્યારે બાળક શારીરિક અને માનસિક દ્રષ્ટિએ ખૂબ મજબૂત બને તે જોવું તે દરેક દંપતીની ફરજ છે, જે માટે સુવર્ણપ્રાશન શ્રેષ્ઠ સારવાર છે અને બાળકની ઉંમર ૧૨ વર્ષ સુધીની થાય ત્યાં સુધીમાં નિષ્ણાત વૈદ્યની સલાહ મુજબ આ સંસ્કાર કરાવવો અતિ ઉત્તમ પણ છે.
આ સિવાય બાળકો માટે કેટલાક રોગોના ઘરગથ્થુ ઉપચારો બતાવું છું, જે નાના શિશુઓની માતાને ખૂબ ઉપયોગી સાબિત થશે : જેમાં,
(૧) મોટી હરડેનો ઘસારો સવારે નરણે કોઠે નિયમિત પીવડાવવાથી બાળકને કબજિયાત અને તેનાથી થતાં રોગોથી બચાવી શકાય છે.
(૨) અરડુસીનાં તાજા પાનનો રસ, આદુનો રસ, અને મધ મેળવી બાળકને આપવાથી તેને શરદી-ઉધરસમાં ખૂબ રાહત મળે છે.
(૩) ઓરી, અછબડાની ગરમી, આંખ આવવી વગેરે રોગોમાં કાળી દ્રાક્ષ અને વરિયાળી રાત્રે ઠંડા પાણીમાં પલાળી સવારે ચોળીને ગાળી લઈ ૧/૨-૧/૨ ચમચી બાળકને પીવડાવવાથી તુરંત જ ફાયદો જોવા મળે છે.
(૪) બહેડાનું તેલ બાળકને માથામાં નાનપણથી જ લગાવવામાં આવે તો માથામાં મોટી ઉંમરે પડતી ટાલને રોકી શકાય છે.
(૫) ૧/૨ થી ૨ રતિ જેઠીમધનું ચૂર્ણ મધમાં આપવાથી બાળકોને ખાંસીમાં તેમજ ગળાનાં રોગોમાં રાહત મળે છે.
(૬) ખેરછાલને પાણીમાં ઉકાળી, ગાળી તે પાણી વડે બાળકને સ્નાન કરાવવાથી બાળકની ત્વચામાં ક્રાંતિ આવે છે.
(૭) જે બાળકોને ચામડીના રોગ વધારે થતાં હોય કે પરસેવો વધારે આવતો હોય તેમને શંખજીરુ પાઉડર લગાવવાથી ઘણી રાહત થાય છે.
(૪) કાચા આમળા, તેનું ચૂર્ણ તેમજ તેમાંથી બનાવેલું ચ્યવનપ્રાશ નાનપણથી જ બાળકને આપવાથી બાળકમાં થતા ઘઁણાં રોગોમાંથી બાળકને બચાવી શકાય છે.
Thanks for such a nice time you put to see it.
ReplyDelete